આ છે રાજકોટ – જયાં જિલ્લાના સરેરાશ ૨૫૦ થી વધુ ગામોમાં થઈ છે આયુષ્માન કાર્ડ, જળ, શૌચાલય, જનધન, કિશાન યોજના અને જમીન રેકોર્ડ ડિજિટાઇઝેશનની ૧૦૦ ટકા સિધ્ધિ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત”ના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરીમાં રાજ્યભરમાં હાલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ચાલી રહી છે. ગામે ગામ રથની સાથે લોકોને ઘર બેઠા વિવિધ લોક કલ્યાણ લક્ષી યોજનાના લાભો પહોંચાડવામાં આવી રહ્યા છે. હાલ રાજકોટ જિલ્લામાં તાલુકા વાઈઝ ચાલી રહેલા રથના રૂટ મુજબ રથ નં.૧ રાજકોટ તાલુકો, રથ નં.૨ પડધરી,…