યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ હિના ખાન ગંભીર બીમારીથી પીડિત, ચાહકો પરેશાન થયા અને આપ્યા આ સૂચન

હિના ખાન ટીવીનો જાણીતો ચહેરો છે. સ્ટાર પ્લસના શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરા બહુ બનવાથી લઈને હિના ખાને બિગ બોસ સીઝન 11માં પોતાના વ્યક્તિત્વથી દર્શકોના દિલ જીતી લીધા છે. હાલમાં જ રમઝાન મહિનામાં હિના ખાને જણાવ્યું કે તે Gastroesophageal Reflux નામની ગંભીર બીમારીથી પીડિત છે.

સ્ટાર પ્લસના શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી દરેક ઘરમાં ફેમસ થયેલી હિના ખાન આજે લાખો લોકોના દિલોની ધડકન બની ગઈ છે. તેણે ટીવી શોથી અંતર રાખ્યું છે, પરંતુ તે રિયાલિટી શોમાં દેખાતી રહે છે અને OTT પ્લેટફોર્મ પર વેબ સિરીઝ કરતી રહે છે.

હિના ખાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે, તે પોતાના રોજિંદા જીવન વિશે ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ હિના ખાને જણાવ્યું કે તે ગંભીર બીમારીથી પીડિત છે. તેણે આ બીમારી સાથે જોડાયેલી માહિતી શેર કરતી એક પોસ્ટ શેર કરી છે, જેનાથી ફેન્સની ચિંતા વધી ગઈ છે.

હિના ખાન આ ગંભીર બીમારીથી છે પીડિત

હિના ખાને હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટો શેર કરવાની સાથે અભિનેત્રીએ રમઝાન મહિનામાં જ તેના ચાહકોને તેની બીમારી વિશે જાણકારી આપી હતી. કેપ્શન શેર કરતી વખતે તેમણે લખ્યું કે, “મને Gastroesophageal Reflux ડિસીઝ (GERD) નામની ગંભીર સ્થિતિ છે. કમનસીબે રમઝાન દરમિયાન આ સમસ્યા વધી ગઈ છે. જો હું ઉપવાસ ચાલુ રાખું તો મારી માતાએ કહ્યું કે અજવા ખજૂર મદદરૂપ થઈ શકે છે. શું તમે લોકો કોઈ ઘરેલું ઉપાય સૂચવી શકો છો જેથી મને આમાંથી રાહત મળી શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *