સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં બની રહ્યું છે યાત્રિક ભવન, 20 વિઘામાં 150 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું યાત્રિક ભવન

સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા સાળંગપુરધામમાં પહેલાં હાઇટેક ભોજનાલય ત્યારબાદ કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના નજરાણા બાદ સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરની નજીકમાં 150 કરોડથી વધુના ખર્ચે 1000થી વધુ રૂમ ધરાવતું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવી રહ્યુ છે. આ ભવન 20 વીઘામાં પથરાયેલાં પતંગિયા જેવી આકૃતિ આ ભવન ગેસ્ટ હાઉસ હશે. જેમાં એકસાથે ચાર હજારથી વધુ લોકો આરામથી રહેવાની વ્યવસ્થા પણ હશે. ત્યારે આ ભવન રાજમહેલ જેવી આકૃતિવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

જાણો યાત્રિક ભવનની વિશેષતાઓ
સાળંગપુર ખાતે આકાર લઈ રહેલ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનના આખા બિલ્ડિંગમાં કુલ 18 લિફ્ટ, 4 એલિવેટર અને 2 મીટરના 6 દાદરા હશે. દરેક ફ્લોર પર અલગ-અલગ સાઇઝના કુલ 96 રૂમ હશે. આ ઉપરાંત ભવનમાં સર્વન્ટ રૂમ સહિતના 40 જેટલા સ્યૂટ પણ બનાવવામાં આવશે. દરેક ફ્લોર પર એટલે કે માળે વેઇટિંગ કરવાનો એરિયા પણ હશે, જેમાં એકસાથે 100થી વધુ લોકો સામાન સાથે બેસી શકશે.

100 ટકા ભૂકંપપ્રુફ હશે બિલ્ડિંગ
કુલ 1, 80, 000 સ્ક્વેરફૂટમાં આકાર પામનારું ગેસ્ટ હાઉસ હાઇટેક ટેક્નોલોજીના ઉપયોગથી બનાવવામાં આવશે. આખું બિલ્ડિંગ 4 ઝોનમાં બનાવાશે, જે 100 ટકા ભૂકંપપ્રુફ હશે. એટલું જ નહીં બિલ્ડિંગમાં ગમે ત્યારે આગ લાગે તો એની અંદર રહેલી વ્યક્તિને કોઈ પણ પ્રકારની નુકસાન નહીં થાય. આ ઉપરાંત બિલ્ડિંગના અંદરના ભાગમાં 500 અને આઉટસાઇડ 600 એમ કુલ 1100 ગાડી પાર્ક થઈ શકે એવું પાર્કિંગ બનાવવામાં આવશે.

બનાવવામાં આવશે હાઈટેક કંટ્રોલ રૂમ
160 ફૂટ ઊંચા બિલ્ડિંગમાં બનાવેલા રિસેપ્સશન એરિયામાં ઇન્ક્વાયરી ઓફિસ અને વેઇટિંગ લોન્ઝ હશે, જેમાં એકસાથે 400-500 લોકો બેસી શકશે. આ ઉપરાંત દરેક ફ્લોર પર બનાવવામાં આવનારા વેઇટિંગ એરિયામાં 100 લોકો રિલેક્સ પણ થઈ શકશે. એટલું જ નહીં, દરેક ફ્લોરમાં 6-6 પાણી પરબ, કોમન ટોઇલેટ અને બાથરૂમની સુવિધા પણ મળી રહેશે. તો બિલ્ડિંગના સેન્ટરમાં કુલ 40,000 સ્ક્વેરફૂટમાં મુખ્ય એન્ટ્રન્સવાળા ભાગ પર મોનિટરિંગ થઈ શકે એ માટેનો હાઇટેક કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત એની બાજુમાં કોન્ફરન્સ રૂમ, મેનેજમેન્ટ ઓફિસ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *