મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અનોખી સંવેદના: ગાંધીનગર ખાતે શીશુગૃહ તથા ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયસના બાળકોને મળીને સાથે ભોજન લીધુ

સુશાસનનું ૧ વર્ષ પૂર્ણ થતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ અનોખી રીતે ઉજવણી કરી હતી. મંત્રીશ્રીએ સમાજ સુરક્ષા વિભાગ હેઠળના ગાંધીનગર ખાતેના શીશુગૃહ તથા ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયસના બાળકો સાથે વાત્સલ્યપૂર્ણ અને આનંદસભર સમય પસાર કર્યો હતો. આ તમામ બાળકો સાથે મંત્રીશ્રીએ ભોજન પણ લીધુ હતું.

આ વેળાએ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને તેમણે કંડારેલી વિકાસની કેડી પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સમગ્ર ટીમને એક વર્ષ પુર્ણ થયું છે. ગુજરાત રાજ્યની અવિરત વિકાસ યાત્રાને નવી ઊંચાઈ ઉપર લઈ જવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ગુજરાત સરકાર એક બાદ એક પ્રજાલક્ષી નિર્ણયો લઈ નિરંતર વિકાસપથ પર આગળ વધી રહી છે. ટીમ ગુજરાત તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નાગરિકોમાં અલગ છાપ ઊભી કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર અને વિકસિત ભારતના નારાને સાર્થક કરવા શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખભાથી ખભો મિલાવીને કામ કરી રહી છે અને જન જન સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડીને સુશાસનના મંત્રને સાકાર કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *