મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ની ટ્રીપ્સ વિશેષ ભાડા પર લંબાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ને 29 એપ્રિલ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
- ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સાપ્તાહિક સ્પેશ્યલ ને 3 મેં, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09520 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 18 માર્ચ, 2024 થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.