રાજ્યના દરેક નાગરિકને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડી લોકજાગૃતિ પ્રસરે એ હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રાજાવડલા (જામ) અને ગઢડીયા (જામ) ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાઇ હતી.
આ ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’માં બંને ગામમાં પીએમજેવાય, આઇસીડીએસ, પૂર્ણા શક્તિ, મુખ્યમંત્રી માતૃશક્તિ કીટ, ટીબી સ્ક્રીનીંગ, આરોગ્ય શિબિર, પશુપાલન કેમ્પ,હર ઘર જલ, જમીનના રેશનકાર્ડ નું ૧૦૦% ડિજિટલાઈસેશન, કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ સહિતની વિવિધ કામગીરીઓ અત્રે કરાઈ હતી.
આ કાર્યક્રમમાં રાજાવડલા ગામના સરપંચશ્રી નાનજી નાથા ધોડકિયા, આઇસીડીએસના શ્રી સવાભાઈ ખટાણા, ઉપસરપંચશ્રી લીલાબેન, તલાટી કમ મંત્રીશ્રી એમ.એલ.બારૈયા તેમજ ગઢડીયા ગામના વિસ્તરણ અધિકારીશ્રી શ્રીસમજુબેન, આઇસીડીએસના શ્રી લાલજીભાઈ મેર, શ્રી વિપુલભાઈ ઘાડવી, તેમજ ગામના સભ્યશ્રીઓ સ્થાનિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.