વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024: એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં આઠ MoU થયા

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત આજે દ્વિતીય દિવસે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં 8 MoU કરવામાં આવ્યા હતા.

જેમાં અસનદાસ એન્ડ સન્સ પ્રા. લી. દ્વારા મહેસાણા ખાતે રૂ. ૧,૧૦૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન, ભીતર એન્ટરપ્રાઇઝ પ્રા. લી. દ્વારા ગુજરાત રાજ્યમાં ૫૦૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન, ટાઈડી એગ્રોસ્યુટિકલ પ્રા. લિ. દ્વારા ગુજરાત રાજ્યમાં રૂ. ૪૦૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન, ગ્રેઇનસ્પાન ન્યુટ્રિઅન્ટ્સ પ્રા. લિ. દ્વારા અમદાવાદ ખાતે રૂ. ૩૭૫ કરોડનું રોકાણ કરવાનું આયોજન, સંસ્ટાર લિમિટેડ દ્વારા અમદાવાદ ખાતે રૂ. ૩૦૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન છે.

તે ઉપરાંત જે.એમ. કોકોનટ પ્રોડક્ટ પ્રા. લિ. દ્વારા ગુજરાત રાજ્યમાં રૂ. ૩૦૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન, મેક પટેલ ફૂડ્સ પ્રા. લિ. દ્વારા મહેસાણામાં રૂ. ૧૫૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન અને આરપીએ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સોલ્યુશન્સ પ્રા. લિ. દ્વારા ગુજરાત રાજ્યમાં રૂ. ૧૪૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *