VD18 ના શૂટિંગ દરમિયાન વરુણ ધવનને પગમાં ઈજા પહોચ્યાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાટ્ટા સાથેની તસવીર શેર કરતા ચાહકો પરેશાન થઈ ગયા છે. એક્ટર વરુણ ધવને ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરી હતી.
વરૂણ ધવન પોતાની શાનદાર એક્ટિંગ અને તેના કેરેક્ટર માટે ખુબ જ જાણીતો થઈ ગયો છે. હાલમાં વરૂણ ધવન પોતાની આગામી ફિલ્મ વીડી 18ના શૂટીંગમાં વ્યસ્ત છે. ત્યારે આ બધાની વચ્ચે વરૂણ ધવનના ફેન્સ માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે વરૂણ ધવનને શૂટિંગ દરમિયાન ઈજા પહોચી છે. જેની તસવીર તેને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી.
વરૂણ ધવને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. શેર કરવામાં આવેલી તસ્વીરમાં જોઈ શકાઈ છે કે તે બેઠો છે અને તેનો એક પગ ખુરશી પર મુકેલો છે. જેના પર પાટો બાંધવામાં આવ્યો છે. વરૂણ ધવને આ પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે વીડી 18ના શૂટીંગ દરમિયાન ફરી એકવાર આવુ થયું. અભિનેતાની આ પોસ્ટ બાદ તેના ફેન્સ ખુબ જ ચિંતામાં જ અને તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યાં છે.