આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા બેલેટ પેપરમાં ભારતીય ભાષાઓ પણ જોવા મળશે. બેલેટ પેપરમાં અંગ્રેજી સિવાય માત્ર ચાર ભાષા હશે. દરેક ભારતીય માટે એ ગર્વની વાત હશે કે આ વખતે ચૂંટણીમાં બંગાળીને પણ ભારતીય ભાષા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂયોર્કના બેલેટ પેપરમાં પણ બંગાળી ભાષા હશે.
ન્યુયોર્કમાં 200 થી વધુ ભાષા
ન્યૂયોર્કમાં 200 થી વધુ ભાષાઓ બોલાય છે, જેના કારણે તેને અમેરિકાનું સૌથી મોટું બહુભાષી રાજ્ય કહેવામાં આવે છે. આ જ કારણ છે કે અહીં વપરાતા બેલેટ પેપરમાં બંગાળી પણ હશે. ન્યૂયોર્ક સ્થિત બોર્ડ ઓફ ઈલેક્શનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માઈકલ જે. રિયાને કહ્યું કે, અંગ્રેજી સિવાય અમારે અન્ય ચાર ભાષાઓનો પણ સમાવેશ કરવો પડશે. એશિયન ભાષાઓમાં ચાઇનીઝ, સ્પેનિશ, કોરિયન અને બંગાળીનો સમાવેશ થાય છે.
અમેરિકન બંગાળી બોલનારા આ નિર્ણયથી ખુશ
‘ટાઈમ્સ સ્ક્વેર’ સ્થિત સ્ટોરમાં સેલ્સ એજન્ટ તરીકે કામ કરતો સુભાશીષ બંગાળનો છે. તે ખુશ છે કે ક્વીન્સ વિસ્તારમાં રહેતા તેના પિતાને મત આપવા માટે ભાષાકીય સહાય મળશે. તેણે કહ્યું, મારા જેવા લોકો અંગ્રેજી જાણે છે પરંતુ આપણા સમુદાયમાં ઘણા એવા લોકો છે જેઓ આ ભાષા નથી જાણતા. બેલેટ પેપરમાં બંગાળી ભાષાનો સમાવેશ તેમને મતદાન મથક પર મદદ કરશે. મને ખાતરી છે કે મારા પિતાને બંગાળી ભાષાનું બેલેટ પેપર જોવાનો વિચાર ગમશે.
અમેરિકામાં નવા પ્રમુખની પસંદગી કરવા માટે પાંચમી નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. વ્હાઈટ હાઉસમાં એન્ટ્રી કરવા માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ (Kamala Harris) જુદા જુદા રાજ્યોમાં જઈને જંજાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આ તમામ બાબતો વચ્ચે ન્યૂયોર્ક ચૂંટણી પંચે ભારતીય ભાષાને લઈને મોટો નિર્ણય લીધો છે.
બેલેટ પેપર પર બંગાળી ઉપરાંત ચાર ભાષાઓ લખાશે
ન્યૂયોર્ક શહેરના ચૂંટણી બોર્ડના કાર્યકારી નિદેશક માઈકલ જે.રયાને કહ્યું છે કે, અમે બેલેટ પેપર પર અંગ્રેજી ઉપરાંત ચાર ભાષાઓ લખવાનો આદેશ આપ્યો છે. અમેરિકાની ચૂંટણીમાં એશિયાઈ ભાષા તરીકે બંગાળી, ચાઈનીઝ, સ્પેનિશ અને કોરિયાઈ ભાષાને સામેલ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, એક ચુકાદા બાદ બેલેટ પેપર પર બંગાળી ભાષા લખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ન્યૂયોર્ક સિટી પ્લાનિંગ વિભાગના જણાવ્યા મુજબ, ન્યૂયોર્કમાં 200થી વધુ ભાષાઓનો ઉપયોગ થાય છે, જે અમેરિકાને બહુભાષી દેશ પણ બનાવે છે.
ન્યૂયોર્કની ચૂંટણી અધિકારીએ ભારતનો કર્યો ઉલ્લેખ
રયાને કહ્યું કે, ભારત દેશમાં અનેક ભાષાઓ બોલવામાં આવે છે. બંગાળની વાત કરીએ તો, આ ભાષાને લઈ એક ચુકાદો આવ્યો હતો, જેમાં એક નિશ્ચિત વસ્તીને ધ્યાને રાખી ભારતીય ભાષાની જરૂર હતી, જેમાં વાતચીત થયા બાદ બંગાળી ભાષાનો ઉપયોગ કરવા પર સહમતી સધાઈ છે.