વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ જિલ્લા કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 25 જિલ્લાઓમાં અત્યારસુધીમાં 25 કરોડથી વધુ રોકાણ માટેના 2 હજાર 500 થી વધુ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. જેના થકી રાજયમાં 65 હજાર રોજગારીનું સર્જન થશે.
દસમી વાઇબ્રન્ટ ગુજરાત ભાગરૂપે અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ સમિટના રોકાણો રાજયના વિકાસને નવું બળ આપશે
આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગ સાહસિકો, બેન્કિંગ અને એક્સપોર્ટ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુત, આરોગ્ય મંત્રી, ઋષિકેશ પટેલ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.