મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનોને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે.
1) ટ્રેન નંબર 12949 પોરબંદર – સાંતરાગાચિ કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ (દર શુક્રવારે) 15.03.2024 થી વાંકાનેર સ્ટેશને 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે.
2) ટ્રેન નં. 22905 ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (દર રવિવારે) 17.03.2024 થી વાંકાનેર સ્ટેશને 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે.
3) ટ્રેન નં. 12905 પોરબંદર – શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (દર બુધવાર અને ગુરુવારે) 20.03.2024 થી વાંકાનેર સ્ટેશને 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે.
ઉપરોક્ત ત્રણેય ટ્રેનોના સ્ટોપેજનું ઉદ્ઘાટન માનનીય સાંસદ, ધારાસભ્ય અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં વાંકાનેર સ્ટેશન પર 15 માર્ચ, 2024ના રોજ 13.15 વાગ્યે આયોજિત કાર્યક્રમમાં કરવામાં આવશે.
ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.wr.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.