અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ધાટન પહેલા મુખ્યમંત્રી યોગીએ 22 જાન્યુઆરીના હોટલ-ધર્મશાળાના બુકિંગ આ કારણે કર્યાં રદ્દ

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે ત્યારે તે પહેલા ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે નિર્ણય લેતા 22 જાન્યુઆરીના હોટલ-ધર્મશાળાના તમામ બુકિંગ રદ કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.

આ લોકો જ રહી શકશે 

ઉલ્લેખનીય છે કે ડ્યૂટી પાસ અથવા શ્રી રામ તીર્થ ટ્રસ્ટનો આમંત્રણ પત્ર જે વ્યક્તિ પાસે હશે તેવા લોકો જ રહી શકશે. એટલે કે સીએમ યોગીના આદેશ પ્રમાણે 22 જાન્યુઆરીએ જેમની પાસે ડ્યૂટી પાસ અથવા શ્રી રામ તીર્થ ટ્રસ્ટનો આમંત્રણ પત્ર હશે તેવા જ લોકો હોટલ અને ધર્મશાળાઓમાં રહી શકશે.

અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્ઘાટનને હવે માત્ર એક મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુરુવારે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું પ્રી-બુકિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે. વીવીઆઈપી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

પહેલેથી જ કરેલા બુકિંગ કર્યા રદ્દ

સમીક્ષા બેઠક બાદ આપવામાં આવેલી સૂચનાઓ પ્રમાણે અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે (22 જાન્યુઆરી 2024) હોટલ અને ધર્મશાળાઓમાં પહેલેથી જ કરવામાં આવેલા બુકિંગને રદ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગુરુવારે સમીક્ષા બેઠક બાદ આ સૂચનાઓ આપી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં લોકો મોટી સંખ્યામાં હોટલ બુક કરાવી ચૂક્યા છે જેમનું બુકિંગ હવે રદ કરી દેવામાં આવ્યું છે અને તેમને રિફંડ આપવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *