પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત”ના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરીમાં રાજ્યભરમાં હાલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ચાલી રહી છે. ગામે ગામ રથની સાથે લોકોને ઘર બેઠા વિવિધ લોક કલ્યાણ લક્ષી યોજનાના લાભો પહોંચાડવામાં આવી રહ્યા છે.
હાલ રાજકોટ જિલ્લામાં તાલુકા વાઈઝ ચાલી રહેલા રથના રૂટ મુજબ રથ નં.૧ રાજકોટ તાલુકો, રથ નં.૨ પડધરી, રથ નં.૩ જસદણ, રથ નં.૪ ગોંડલ રથ નં.૫ જામકંડોરણા, રથ નં.૬ વિંછિયા, રથ નં.૭ જેતપુર, રથ નં.૮ ઉપલેટા, રથ નં.૯ લોધિકા અને રથ નં.૧૦ કોટડા-સાંગાણી તાલુકામાં રોજબરોજ વિવિધ ગામોની મુલાકાત સાથે લાભાર્થીઓને રૂબરૂ લાભ આપી રહ્યા છે. જેમાં આરોગ્ય ચકાસણી, આયુષ્માન કાર્ડ, મહિલાઓને ઉજજવલા યોજના, વિધવા સહાય, ખેડૂતોને કિશાન યોજના અને ડ્રોન દ્વારા દવા છંટકાવ નિદર્શન સહિતના કાર્યક્રમો ચાલી રહ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીનાના માર્ગદર્શન હેઠળ કરાયેલી અમુક કામગીરી એવી છે, જેના અમલીકરણની ગામમાં ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેશ નાકિયાના જણાવ્યા અનુસાર ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ સંતૃપ્ત થયેલ ગ્રામ પંચાયત ૨૭૦, ૧૦૦ ટકા જલ જીવન મીશન સંતૃપ્ત થયેલ ગ્રામ પંચાયત ૨૮૫, ૧૦૦ ટકા જન ધન યોજના સંતૃપ્ત થયેલ ગ્રામ પંચાયત ૨૭૧, ૧૦૦ ટકા પી.એમ કિશાન યોજના સંતૃપ્ત થયેલ ગ્રામ પંચાયત ૨૮૨, ઓ.ડી.એફ. પ્લસ થયેલ ગ્રામ પંચાયત ૨૮૨, ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશન થયેલ ગ્રામ પંચાયત ૨૮૭ જેટલી છે.
રાજકોટ જિલ્લામાં તમામ કામગીરીમાં ૧૦૦ ટકા ઉપ્લબ્ધિમાં જામકંડરોણા તાલુકો અગ્રેસર રહ્યો છે. જયારે આયુષ્માન કાર્ડ યુક્ત ૪૦ ગામ, જલ જીવન મીશન સંતૃપ્ત ૪૩ ગામ, જન ધન યોજના સંતૃપ્ત થયેલ ૪૨ ગામ, પી.એમ.કિશાન યોજના સંતૃપ્ત થયેલ ૪૧ ગ્રામ પંચાયત, ઓ.ડી.એફ. પ્લસ થયેલ ૪૩ ગ્રામ પંચાયત, ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશન થયેલ ૪૩ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે
આ સાથે ૧૫ ડિસેમ્બર સુધીમાં ૪,૨૫૫ જેટલા નવા આયુષ્માન કાર્ડ, ૧૮,૭૪૧ લોકોની સ્થળ પર આરોગ્ય તપાસણી, ૭૪૧ મહિલાઓને એવોર્ડ, ૫૭૫ વિદ્યાર્થીઓને એવોર્ડ, ૨૯૨ સ્થાનિક કલાકારો અને ૩૨૨ રમતવીરોને એવોર્ડ્સ આપી સન્માનિત કરાયા છે. ભારત દેશ વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવે તે માટે ૨૮૭ ગામોના ૬૪ હજારથી વધુ લોકો સંકલ્પબદ્ધ થયા છે.
આ વિકાસ યાત્રા જનજન સુધી યોજનાકીય લાભો પહોંચાડી તેઓના જીવનમાં રોશનીનો નવો ઉજાસ પાથરી રહી છે, તેમ ચોક્કસ કહી શકાય.