આ દિવસે સૌ પ્રથમ સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને પછી,માઁ સરસ્વતીને પીળા ફૂલ અને મીઠાઈઓ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે પીળા રંગનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. તેનાથી માતા જલદી પ્રસન્ન થાય છે.14મી ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી મનાવામાં આવશે. આ ઉત્સવ મુખ્યત્વે માઁ સરસ્વતીને સમર્પિત છે. આ દિવસ અભ્યાસ શરૂ કરવા, નવું જ્ઞાન પ્રાપ્ત કરવા અને નવા ઘરમાં પ્રવેશ કરવા માટે શુભ માનવામાં આવે છે. માઁ સરસ્વતીની પૂજામાં જો આ વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવે તો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
વસંત પંચમી પર દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તમારે તેમને કેસરની ખીર ચઢાવવી જોઈએ. સરસ્વતી પૂજા દરમિયાન માતાને કેસરની ખીર અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ખીર બનાવવામાં પીળા ચોખા અને કેસરનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી માતા સરસ્વતી પ્રસન્ન થઈ જાય છે.
વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરતા પહેલા ચોખામાં કેસર ઉમેરીને તેમાંથી ખીર બનાવો. તો આ દિવસે તમે દેવી સરસ્વતીને ચણાની દાળનો હલવો પણ ચઢાવી શકો છો. માતા સરસ્વતી આનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને જ્ઞાન અને વિવેકનું વરદાન આપે છે.
વસંત પંચમી પર પૂજા દરમિયાન તમે માતા સરસ્વતીને બુંદી પણ ચઢાવી શકો છો. એવું કહેવામાં આવે છે કે માતા સરસ્વતીને બુંદી વધુ પસંદ છે. બુંદી અર્પણ કરવાથી માઁ સરસ્વતી પ્રસન્ન થાય છે, વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને ચણાના લોટના લાડુ પણ ચડાવવામાં આવે છે. ચણાના લોટમાંથી બનાવેલી સામગ્રી માઁ સરસ્વતીને પ્રિય પણ છે અને તે શુભ પણ છે. ચણાના લોટનો લાડુ ચડાવવાથી માઁ સરસ્વતીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તમે કેસર સાથે રાબડી અર્પણ કરી શકો છો. શુભ અવસરો પર દેવી સરસ્વતીને પ્રસન્ન કરવું ફાયદાકારક છે. એવું કહેવાય છે કે રાબડીને કેસર સાથે ચઢાવવી માઁ સરસ્વતીને ખૂબ જ પસંદ છે. તેને અર્પણ કરવાથી માઁ સરસ્વતી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.