ચંદ્રમાં પર 2036 સુધીમાં હશે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ! રશિયા ઈતિહાસ રચશે, ભારત અને ચીન આપશે સાથ

ચંદ્ર પર લુનાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વીજળી. આ તમને સ્વપ્ન જેવું લાગશે. પરંતુ રશિયા તેને શક્ય બનાવવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટમાં ભારત અને ચીન પણ સહયોગ કરશે. વ્લાદિમીર પુતિન 2036 સુધીમાં ચંદ્ર પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ગોઠવવાની યોજના બનાવી રહ્યા છે. આ પ્લાન્ટ ચંદ્રમાં બનેલા આધારને ઉર્જા પુરો પાડશે.

રશિયા ચંદ્રમાં પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે ભારત આ પ્રોજેક્ટમાં રશિયા સાથે હાથ મિલાવવા પણ તૈયાર છે. રશિયાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ભારતે ઊંડો રસ દાખવ્યો છે.

આ રશિયન પ્રોજેક્ટનો હેતુ ચંદ્રમાં પર બનાવવામાં આવી રહેલા બેઝને ઉર્જા પહોંચાડવાનો છે. સમાચાર એ છે કે રશિયા અને ભારતની સાથે સાથે ચીન પણ તેમાં સામેલ થવા આતુર છે.

અડધા મેગાવોટ વીજળીનું થશે ઉત્પાદન

રશિયાની સ્ટેટ ન્યુક્લિયર કોર્પોરેશન રોસાટોમ આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહી છે. ચંદ્રમાં બનાવવામાં આવનાર આ પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અડધા મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે અને આ વીજળી ચંદ્રમાં બનેલા બેઝ પર મોકલવામાં આવશે.

આ પ્લાન્ટ 2036 સુધીમાં બનાવવામાં આવશે

રશિયાની સરકારી સમાચાર એજન્સી TASS પ્રમાણે રોસાટોમના ચીફ એલેક્સી લિખાચેવે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે સાથે ચીન અને ભારતે પણ આ પ્રોજેક્ટમાં ખૂબ રસ દાખવ્યો છે. રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસે જાહેરાત કરી છે કે ચંદ્રમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. રશિયા અને ચીન આના પર સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. 2036 સુધીમાં તે ચંદ્રમાં સ્થાપિત થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *