150 મુસાફરો સાથે હવામાં ઉડી રહેલા વિમાનમાં પાઇલટ અડધો કલાક રહ્યો ઊંઘતો, તપાસમાં સામે આવી ચોંકાવનારી વાત

ઈન્ડોનેશિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેંદારી શહેરથી રાજધાની જકાર્તા જતી બાટિક એરલાઈન્સની ફ્લાઈટ દરમિયાન પાઈલટ અને કો-પાઈલટ બંને 28 મિનિટ સુધી એકસાથે સૂઈ ગયા હતા. નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી કમિટી (KNKT) એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે આ ઘટના 25 જાન્યુઆરીએ બની હતી.

ઈન્ડોનેશિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેંદારી શહેરથી રાજધાની જકાર્તા જતી બાટિક એરલાઈન્સની ફ્લાઈટ દરમિયાન પાઈલટ અને કો-પાઈલટ બંને 28 મિનિટ સુધી એકસાથે સૂઈ ગયા હતા. નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી કમિટી (KNKT) એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે આ ઘટના 25 જાન્યુઆરીએ બની હતી. KNKTએ જણાવ્યું કે ઘટનાના સમયે વિમાનમાં 153 મુસાફરો સવાર હતા.

KNKTએ જણાવ્યું કે દુર્ઘટના સમયે વિમાનમાં 153 મુસાફરો સવાર હતા. માહિતી આપતા, KNKTએ કહ્યું કે તે 25 જાન્યુઆરીએ બનેલી ઘટનાની તપાસ શરૂ કરશે. KNKTએ અહેવાલ આપ્યો છે કે ફ્લાઇટ દરમિયાન પ્લેનમાં 153 મુસાફરો અને ચાર ફ્લાઇટ એટેન્ડન્ટ હાજર હતા. જોકે, કોઈને ઈજા થઈ નથી અને વિમાનને કોઈ નુકસાન થયું નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિમાન BTK6723એ બે કલાક અને 35 મિનિટ સુધી ઉડાન ભરી હતી, જેમાંથી બંને પાઈલટ 28 મિનિટ સુધી સાથે સૂઈ ગયા હતા. KNKTએ જણાવ્યું હતું કે નેવિગેશનમાં ભૂલો પાઇલોટ ઊંઘી જવાને કારણે થઈ હતી અને ફ્લાઈટ ભટકી ગઈ હતી. જોકે, જ્યારે કંટ્રોલ રૂમની નજર પડી ત્યારે પાયલટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ પાયલટની આંખ ખુલી અને ફ્લાઈટ સુરક્ષિત રીતે જકાર્તામાં લેન્ડ થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *