IND vs BAN: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને રચી દિધો ઈતિહાસ, છેલ્લા 92 વર્ષમાં બન્યું પ્રથમવાર

ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. તેણે બાંગ્લાદેશને હરાવીને 92 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

ટીમ ઈન્ડિયાની ચેન્નાઈની જીત ઐતિહાસિક બની ગઈ છે. ભારતે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 280 રને હરાવ્યું હતું. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમે આ જીત સાથે 92 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 92 વર્ષમાં પહેલીવાર ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ઈનિંગ્સમાં જીત અને હારના માર્જિનમાં મોટો ફેરફાર કર્યો છે. આ જીતમાં રવિચંદ્રન અશ્વિન, શુભમન ગિલ અને જસપ્રિત બુમરાહે મહત્વની ભૂમિકા ભજવી હતી.

વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં જીત અને હારના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 1932 પછી પહેલીવાર ભારતીય ટીમે હારેલી ટેસ્ટ કરતા વધુ મેચ જીતી છે. ભારતે અત્યાર સુધી 179 ટેસ્ટ મેચ જીતી છે. જ્યારે 178 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે તેણે હારેલી મેચોની સંખ્યા ઘટાડીને જીતની સંખ્યા વધારી છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા પહેલાથી જ સામેલ છે.

ટીમ ઈન્ડિયા પહેલા ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડે આ સિદ્ધિ મેળવી


ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં સૌથી વધુ ટેસ્ટ મેચ જીતી છે. તેણે 414 મેચ જીતી છે. જ્યારે તેને 232 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે 397 ટેસ્ટ મેચ જીતી છે. તે જ સમયે તેને 325 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાએ 179 ટેસ્ટ મેચ જીતી છે. જ્યારે તેને 161 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ ત્રણેય ટીમોએ હાર કરતાં વધુ મેચ જીતી છે. આ યાદીમાં ભારતનું નામ પણ જોડાયું છે. ભારતે 179 મેચ જીતી અને 178 મેચ હારી.

ચેન્નાઈમાં અશ્વિનનું ઓલરાઉન્ડ પ્રદર્શન


ટીમ ઈન્ડિયાની જીતમાં અશ્વિને સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. તેણે ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન સદી ફટકારી હતી. અશ્વિને 133 બોલનો સામનો કરીને 113 રનની ઈનીંગી રમી. આ દરમિયાન તેણે 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ પછી અશ્વિને બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. બાંગ્લાદેશની બીજી ઇનિંગ દરમિયાન તેણે 6 વિકેટ ઝડપી હતી. અશ્વિને 21 ઓવરમાં 88 રન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *