અમદાવાદના સંસ્કારધામ ખાતેથી મંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. આ રાજ્યવ્યાપી સુર્યનમસ્કાર સ્પર્ધામાં 13 હજારથી વધુ ગામડાઓ, નગરપાલિકાના 1 હજારથી વધુ વોર્ડ અને મહાનગરપાલિકાના 170 વોર્ડના કુલ 8 લાખથી વધુ સ્પર્ધકો જોડાયા હતા.
આ પ્રસંગે સંબોધન કરતાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં આટલા મોટાપાયે સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે અભ્યાસની સાથે યોગને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, આજે ગુજરાતના 13 હજારથી વધારે ગામડાઓમાં કુલ મળીને 8,53,385 સ્પર્ધકો આજના દિવસે સુર્યનમસ્કારમાં ભાગ લેશે. ગ્રામ્ય કક્ષાએથી જીતેલા સુર્યનમસ્કારના વિજેતાઓ એ તાલુકા કક્ષાએ ભાગ લેશે, તાલુકા કક્ષાએથી વિજેતા થયેલા સૌ સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે, જેમ મેં આપને કહ્યું તેમ જિલ્લા કક્ષાએ જે કોઈ વિજેતા થશે તેમને 2024ની પહેલી સુર્યકિરણ જોડે સુર્ય નમસ્કાર કરવાનો અવસર મોઢેરા સુર્યમંદિરમાં પ્રાપ્ત થશે.