ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં રાજશક્તિ ક્લબના શુટરોએ 13 મેડલ મેળવ્યા

22 જુન 2024 થી 30 જુન 2024 અમદાવાદ રાઈફલ ક્લબ ખાતે 60 મી. ગુજરાત સ્ટેટ શૂટીંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં રાજશક્તિ ક્લબના શુટરોએ 13 મેડલ મેળવીને રાજકોટનું ગૌરવ વધાર્યું હતું.

મેડલ મેળવનારા રાજશક્તિ ક્લબના શુટરોની જેમાં માનવ પટેલે 3- ગોલ્ડ મેડલ, 2-સિલ્વર મેડલ, ટીલાળા અવનિશે 2-સિલ્વર મેડલ, રાણપરા હિરલે 1-ગોલ્ડ મેડલ, 1-બ્રોન્ઝ, ડાંગર શિયાએ એક ગોલ્ડ મેડલ, સીયાણી દ્રિષ્ટિ- એક સિલ્વર, પરમાર મિહિરે એક બ્રોન્ઝ મેડલ તથા ટીમ કેટેગરીમાં તંતી ખુશી, મેહતા શિખા, હેરભા વૈદેહીએ એક-એક ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ ઉપરાંત ગોહીલ અજયસિંહ, ખાચર રવિરાજસિંહ , પરમાર ગૌરાંગે એક-એક સિલ્વર મેડલ મેળવ્યા. આ સિદ્ધી પ્રાપ્ત કરી રાજકોટનું નામ રોશન કરવા બદલ રાજશક્તિ ક્લબના પ્રમુખ શક્તિસિંહ જાડેજા તથા કોચ પિયુષભાઈ વરસાણીએ તમામ શુટરોને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *