પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સચિન શર્માએ લદ્દાખમાં 122 કિમી સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન કરી પૂર્ણ

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સેક્રેટરી શ્રી સચિન અશોક શર્મા (IRTS 2008) 5 થી 8 સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાયેલી પડકારજનક લદ્દાખ મેરેથોન 2024માં ભાગ લીધો હતો. તેણે 122 કિલોમીટરની સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન એન્ડ્યુરન્સ રેસમાં ભાગ લીધો હતો અને આ પડકારજનક રેસ 20 કલાક અને 39 મિનિટમાં પૂરી કરી હતી.

પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, શ્રી શર્માએ 6 સપ્ટેમ્બર, 2024ના રોજ સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોનના 20 કલાક અને 39 મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ રેસ 5 સપ્ટેમ્બર, 2024ના રોજ 19.00 કલાકે ક્યાગર ગામથી શરૂ થઈ હતી, જે નુબ્રા ઘાટીમાં સિયાચીન બેઝ કેમ્પની દક્ષિણ સ્થિત છે અને શ્રી શર્મા 6 સપ્ટેમ્બર, 2024ના રોજ 15.39 કલાકે સમાપ્તિ રેખા પર પહોંચ્યા હતા. સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન (122 કિમી) એ એક હાઇ અલ્ટિટ્યુડ અલ્ટ્રા-મેરેથોન છે જે સમુદ્ર તલથી લગભગ 10,500 ફીટ (ASL) થી શરૂ થાય છે, ખારદુંગ લાને પાર કરે છે જે 18,000 ફીટ ASL પર છે અને લેહ માર્કેટ (10,500 ફીટ ASL) પર સમાપ્ત થાય છે આ રેસ વિશ્વની સૌથી અઘરી ફૂટ રેસમાંની એક છે. આ વર્ષે માત્ર 50% સહભાગીઓ આ મુશ્કેલ રેસ પૂર્ણ કરી શક્યા. આ હાઇ એન્ડ્યુરન્સ રેસમાં ભાગ લેનાર અને સફળતાપૂર્વક પૂર્ણ કરનાર શ્રી શર્મા એકમાત્ર રેલવે અધિકારી અને લોક સેવક છે.

અગાઉ શ્રી શર્માએ 2022માં 42 કિમીની લદ્દાખ ફુલ મેરેથોન, 2023માં 72 કિમીની ખારદુંગ લા ચેલેન્જ અને 42 કિમી લદ્દાખ ફુલ મેરેથોન, દક્ષિણ આફ્રિકામાં આયોજિત કોમરેડ્સ મેરેથોન (86 કિમી) અને દેશભરમાં અન્ય કેટલાક અલ્ટ્રા અને અન્ય મેરેથોન અને ટ્રાયથલોનમાં પણ ભાગ લીધો છે. પશ્ચિમ રેલ્વે શ્રી શર્માને તેમની નોંધપાત્ર સિદ્ધિ માટે અભિનંદન આપે છે અને તેમને આગામી દોડ માટે તમામ સફળતાની શુભેચ્છા પાઠવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *