દિલ્હીમાં આગામી 2 દિવસ ધોરણ 5 સુધી શાળાઓ બંધ રહેશે, પ્રદૂષણને કારણે સરકારનો નિર્ણય

વધતા પ્રદૂષણને જોતા દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલ સરકારે તમામ ખાનગી અને સરકારી શાળાઓને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે સોશિયલ મીડિયા X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

પ્રાથમિક સ્તરની તમામ શાળાઓ રહેશે બંધ

તમને જણાવી દઈએ કે ગુરુવારે સવારથી દિલ્હી-NCRમાં આકાશમાં ધુમ્મસ છવાયું હતું. દિલ્હીમાં હવાની ગુણવત્તા 450ના આંકને પાર કરી ગઈ છે. નોઈડામાં પણ આવી જ સ્થિતિ છે. લોકોને શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ દિલ્હી-એનસીઆરમાં ગ્રેપ-3 પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો.

વર્ગો ચાલશે ઓનલાઈન મોડમાં

દિલ્હી શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તમામ પ્રી-સ્કૂલ, પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી વર્ગો (નર્સરીથી ધોરણ પાંચ)ને 3 અને 4 નવેમ્બરે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન MCD શાળાઓ પણ 03 અને 04 નવેમ્બરે બંધ રહેશે. વિદ્યાર્થીઓ માટેના વર્ગો ઓનલાઈન મોડમાં ચલાવવામાં આવશે. જો કે શિક્ષકો અને કર્મચારીઓ માટે શાળાઓ ખુલ્લી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *