RTE પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ આ તારીખ સુધી ભરી શકાશે 

વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. RTE પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 30 માર્ચ સુધી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ પહેલા 26 માર્ચ સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરાઈ હતી.

રાજ્યમાં RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે વાલીઓ 30 માર્ચ સુધી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ પહેલા 26 માર્ચ સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરાઈ હતી. 

સમયગાળો વધારવાની હતી વાલીઓની માંગણીઓ

અગાઉ 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈ ફોર્મ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે વાલીઓની માંગણીઓ સમયગાળો વધારવાની હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે 30 માર્ચ સુધી સમય લંબાવાયો છે. 30 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *