રાજકોટના રોણકી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ નજીક રોણકી પાસે ટ્રીપલ અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જેના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્ર્શ્યો સર્જાયા છે.
કેટલાક લોકોને પહોચી ઈજા
રોણકી પાસે થયેલા અકસ્માતમાં કેટલાક લોકોને ઈજા પહોચ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.