રાજકોટ: કપાસમાં વીણી દરમ્યાન અને પાક અવસ્થા પૂર્ણ થયા બાદ આ પગલા લઈ શકાય

કપાસમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટે વીણી દરમ્યાન અને પાક અવસ્થા પુરા થયા બાદ લેવાના પગલાં કપાસનો બિનજરૂરી લાંબા સમય સુધી સંગ્રહ ન કરતાં સત્વરે માલ બજારમાં પહોંચે તેવી વ્યવસ્થા કરવી. કપાસની વીણી હંમેશા સવારે ૧૦ વાગ્યા પછી સંપૂર્ણ ખુલ્લેલાં જીડવામાંથી કરવી. પ્રથમ વીણી વખતનો કપાસ અલગ રાખવો અને તેનો સંગ્રહ નવી અને ચોખ્ખી કાપડની બેગમાં કરવો અને કપાસની વીણી શક્ય હોય તો ઝડપથી પુરી કરી દેવી.

છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટા-બકરાં ચરાવવાથી ઉપદ્રવિત કળીઓ, ખુલ્યા વગરના જીંડવા તેમજ સંકોચાયેલ કુલ નાશ થતા ગુલાબી ઇયળના અવશેષોના નાશ કરી શકાય છે.  પાક પુરો થયા બાદ ઝડપથી કરમાંઠીનો નિકાલ કરવાથી બીજી સીઝનમાં ઉપદ્રવ ઘટાડી શકાય છે. છોડના અવશેષો અને કરાંઠીઓનો બાળીને નાશ કરવાની જગ્યાએ તેનાં નાના ટુકડાઓ યાંત્રિક સાધનો (શ્રેડર) વડે કરી કોહડાવીને સેન્દ્રીય ખાતર તરીકે ઉપયોગ કરી શકાય. ઉપદ્રવિત ખેતરમાંના કપાસનો ઘર કે ગોડાઉનમાં લાંબા સમય સુધી સંગ્રહ કરવો નહીં. કપાસની કરસાંઠીઓનો રોડની બાજુમાં ઢગલા કરી મુકી રાખવાથી કે વેલાવાળા શાકભાજીમાં વેલા ચઢાવવામાં ઉપયોગ કરવાથી ગુલાબી ઇયળનું અસ્તિત્વ જળવાઇ રહે છે તેમ કરવાનું ટાળવું. 

આ અંગે વધુ જાણકારી સંબંધિતવિસ્તારના ગ્રામસેવકા / વિસ્તરણ અધિકારી/ કે.વી.કે./ખેતી અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામકશ્રી(વિ.)/ નાયબ ખેતી નિયામકશ્રી(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ૧૮૦-૧૫૫૧નો સંપર્ક કરવો. તેમ રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ટી.પી.પટેલની યાદીમાં જણાવાયું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *