રાજકોટ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ 23 નવેમ્બરે યોજાશે

રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાનાં પ્રશ્નોના જિલ્લામાં જ નિરાકરણ મળી રહે તે માટે ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત આગામી સ્વાગત કાર્યક્રમ 23 નવેમ્બરના રોજ યોજાનાર છે. આ કાર્યક્રમ માટેનાં જિલ્લા કક્ષાના પ્રશ્નો ફરિયાદો 10 નવેમ્બર સુધીમાં સંબંધિત ખાતા–વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવા સંબંધિતોને વિનંતી કરવામાં આવે છે. જિલ્લા સ્વાગત માટેની અરજીમાં મથાળે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.

લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા તથા અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજુ કરવો, તેમના તરફથી આપવામાં આવેલ જવાબ, પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવાની રહેશે. પ્રશ્ન બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવું.અગાઉ રજુ કરેલ પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું પુરુ નામ, પુરેપુરુ સરનામું, અને ફોન નંબર લખવાનો રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે.

અરજી સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે મોકલવાની રહેશે, અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અનેકોર્ટમાં ચાલતા પ્રશ્નો રજુ કરી શકાશે નહીં. પ્રશ્ન અરજદારનો પોતાનો હોવો જોઈએ. – બીજાનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહીં. કોર્ટ મેટર, ચાલતા દાવાઓ, આક્ષેપો, અંગત રાગ-દ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં. તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સબંધીત મામલતદારને અરજી કરવાની રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *