જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે હવએ ગિરનાર પરિક્રમા દરમિયાન લોકોને હાલાકી પડી રહી છે. હજુ પણ 2થી 3 લાખ લોકો છે પરિક્રમા રૂટ પર છે. મહત્વનું છે કે, રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાંભા તેમજ ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે.
મહત્વનું છે કે, વહેલી સવારથી ખાંભા પંથક, સાવરકુંડલા તથા ખાંભા શહેરમાં વરસાદ નોંધાયો છે. આ સાથે જાફરાબાદના દરિયા કિનારાના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ તો ખાંભા, ગીરના ધુંધવાના, ભાડ ગામમાં કમોસમી વરસાદ તો નાનુડી, પીપળવા, ખડાધાર ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ તરફ હવે કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.