ગુજરાતના 27 GAS કેડરના અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બઢતી કરવામાં આવી છે.
જુઓ અધિકારીઓનું લીસ્ટ
ગુજરાત વહીવટી સેવા દ્વારા જુનિયર સ્કેલમાં ફરજ બજાવતા અધિકારીઓની સીનીયર તરીકે બઢતી કરવામાં આવી છે. દિવાળીનાં તહેવારને ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જુનિયર સ્કેલમાં ફરજ બજાવતા અધિકારીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્યમાં અલગ-અલગ જીલ્લા કક્ષાએ ફરજ બજાવતા વિવિધ અધિકારીઓની ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જુનિયર સ્કેલનાં નીચે ફરજ બજાવતા 27 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. તેમજ તેમનાં દ્વારા હાલનાં હોદ્દા પર કામ કરવાનું ચાલુ રાખવા માટે નિમણૂંક કરવામાં આવી છે.