પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં ગગનયાન મિશનની પ્રગતિની સમીક્ષા કરી વૈજ્ઞાનિકોને નવા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરવા માટે આહ્વાન કર્યું છે, 2035 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવા અને 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓ મોકલવાનું લક્ષ્ય રાખવા માટે વૈજ્ઞાનિકોને તેમણે આહ્વાન કર્યું.
આ વિઝનને સાકાર કરવા માટે, અવકાશ વિભાગે ચંદ્ર સંશોધન માટે રોડમેપ બનાવવો જોઈએ. આમાં ચંદ્રયાન મિશનની શ્રેણી, આગામી પેઢીના પ્રક્ષેપણ વાહનોનો વિકાસ, નવા લોન્ચ પેડનું નિર્માણ અને માનવ-કેન્દ્રિત પ્રયોગશાળાઓની સ્થાપના અને સંબંધિત તકનીકોનો સમાવેશ થશે. આ પ્રસંગે અવકાશ વિભાગે ગગનયાન મિશનની વ્યાપક ઝાંખી રજૂ કરી, જેમાં અત્યાર સુધી વિકસિત વિવિધ તકનીકોનો સમાવેશ રજૂ કરવામાં આવ્યો હતો.