પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર, યુવાઓ માટે દેશમાં સકારાત્મક વાતાવરણ ઉભું કરવાના પ્રયાસો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર, યુવાઓ માટે દેશમાં સકારાત્મક વાતાવરણ ઉભું કરવાના પ્રયાસો કરી રહી છે. ગ્વાલિયર ખાતે સિંધિયા સ્કુલના 125માં સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં બોલતા તેમણે ઉમેર્યું કે કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ ક્ષણિક લાભને બદલે આવનારી પેઢીના કલ્યાણ માટે કામ કરે છે. તેમની સરકારે લાંબાગાળાના અભિગમ સમયે બહુ આયામી નિર્ણયો લીધા છે.

પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવવા, સૈનિકોને વન રેન્ક વન પેન્શન, ત્રિપલ તલાક અને મહિલા અધિનિયમ જેવા ઉદાહરણો ટાંકતા કહ્યું કે સરકાર યુવા પેઢી માટે સકારાત્મક વાતાવરણ ઉભું કરવા માંગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને દેશના યુવાઓની ક્ષમતા પર પૂર્ણ વિશ્વાસ છે. યુવા પેઢી આગામી 25 વર્ષમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *