પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારત, માત્ર દેશ માટે જ નહીં પરંતુ વિશ્વ માટે કુશળ વ્યાવસાયિકો તૈયાર કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આજે વર્ચુઅલ માધ્યમથી મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું ઉદઘાટન કર્યું… શ્રી મોદીએ કહ્યું કે, આવા કૌશલ્ય વિકાસ કેન્દ્રો દેશના યુવાનોને વૈશ્વિક તકો માટે તૈયાર કરશે.
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની કૌશલ્ય યોજનાઓનો લાભ ગરીબ, પછાત અને આદિવાસી પરિવારોને મળી રહ્યો છે અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા જેવી કૌશલ્ય વિકાસ યોજનાઓ ગામડાઓમાં રહેતા પરંપરાગત કારીગરોને સશક્ત બનાવશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના 34 જિલ્લાઓમાં આ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે. આ કેન્દ્રો ગ્રામીણ યુવાનોને રોજગારી આપવા માટે કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમો યોજશે.