રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બિહારની ત્રણ દિવસની મુલાકાતે છે. તે પટના ખાતે બિહારના ચોથા કૃષિ રોડ મેપ 2023-2028નું લોકાર્પણ કરશે. રાષ્ટ્રપતિ તેમના બિહાર પ્રવાસ દરમ્યાન આવતીકાલે મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહને સન્માનિત કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ દક્ષિણ બિહારની સેન્ટ્રલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા માટે ગયાની પણ મુલાકાત લેશે.