EDએ ભાગેડુ નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ નીરવની રૂ. 29.75 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. PNB ફ્રોડ કેસની પણ CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તે જ વર્ષે લંડનમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
EDએ ભાગેડુ નીરવ મોદીની રૂ. 29.75 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ નીરવ અને તેના સહયોગીઓની ભારત અને વિદેશમાં 2,596 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ડિસેમ્બર 2019માં મુંબઈની પીએમએલએ કોર્ટે નીરવ મોદીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો.
નીરવ મોદી બ્રિટનની જેલમાં છે બંધ
ભાગેડુ નીરવ હાલમાં યુકેની જેલમાં બંધ છે અને કથિત બેંક લોન ફ્રોડ કેસના સંબંધમાં ભારતમાં તેની પ્રત્યાર્પણની અરજી હારી ગયુ છે. જેની તપાસ સીબીઆઈ દ્વારા પણ કરવામાં આવી રહી છે. ED આ કેસના મુખ્ય આરોપી નીરવ અને તેના કાકા મેહુલ ચોક્સી અને અન્ય લોકોની સાથે બેંક અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી કરવા બદલ મની લોન્ડરિંગના આરોપમાં તપાસ કરી રહી છે.
લંડનમાં થઈ હતી ધરપકડ
ડિસેમ્બર 2019માં મુંબઈની પીએમએલએ કોર્ટે નીરવ મોદીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. તે જ વર્ષે લંડનમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. નીરવ મોદી વિરુદ્ધ પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને તે યુકેમાં ચાલુ છે. આ વર્ષની શરૂઆતમાં નીરવ મોદીએ બ્રિટિશ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ તે સાતમી વખત ફગાવી દેવામાં આવી હતી. એજન્સીએ કહ્યું કે નીરવે જામીનના આદેશ સામે યુકે હાઈકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી હતી, જે બાદમાં પાછી ખેંચી લેવામાં આવી હતી.