આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત, અંબાજી મંદિરમાં કર્યા દર્શન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી માતાના દર્શન કર્યા. યાત્રાધામ અંબાજીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં PMનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરાયું. આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. પીએમના સ્વાગતમાં દાંતાના મંડાલી અને સનાલી લોકો ભાગ લીધો હતો. અંબાજી મંદિરના ચાચર ચોકમાં PMનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીમાં દર્શન કરવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂ.5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં યોજવામાં આવ્યો હતો. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *