વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો 10 જાન્યુઆરીએ PM મોદી કરાવશે પ્રારંભ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી 10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નકેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કરાવશે. મહત્વનું છે કે, વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, વડાઓ તેમજ CEOS ઉપસ્થિતિ રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર અગ્રિમ સ્થાન અપાવવા વર્ષ 2003થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ આગામી 10 થી 12 જાન્યુઆરી-2024ના રોજ યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાઇબ્રન્ટ સમિટને બે દાયકાની ‘સમિટ ઑફ સક્સેસ’ તરીકે આયોજિત કરીને જ્વલંત સફળતા અપાવવા માટે રાજ્ય સરકારે કરેલા બહુઆયામી આયોજનને ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ અંગે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં નાણામંત્રી કનુ દેસાઈ, આરોગ્ય અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી તેમજ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *