Lok Sabha Elections 2024: PM મોદી વારાણસીથી ચૂંટણી લડશે

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે ભાજપે 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 195 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. બીજેપી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પાર્ટીના નેતાએ 29 ફેબ્રુઆરીએ યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક વિશે માહિતી આપી હતી. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાજપે ઉમેદવારોના નામ પર મંથન કર્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભાગ લીધો હતો.

ભાજપે ઉત્તર પ્રદેશમાંથી 51, ગુજરાતમાંથી 15, છત્તીસગઢમાંથી 11, દિલ્હીમાંથી 5, જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાંથી બે, ગોવા-ત્રિપુરા, આંદામાન-નિકોબારમાંથી એક ઉમેદવારની જાહેરાત કરી છે.

કોણ ક્યાંથી ચૂંટણી લડશે?

વારાણસીથી પીએમ મોદી, ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, વિદિશાથી શિવરાજ સિંહ ચૌહાણ, ભોપાલથી આલોક શર્મા, ખજુરાહોથી વીડી શર્મા, બિકાનેરથી અર્જુન રામ મેઘવાલ, અલવરથી ભૂપેન્દ્ર યાદવ, જોધપુરથી ગજેન્દ્ર સિંહ શેખાવત, બાડમેરથી કૈલાશ ચૌધરી, કોટાથી ઓમ બિરલા, અરુણાચલ પશ્ચિમમાંથી કિરેન રિજિજુને મેદાનમાં ઉતાર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *