PM મોદીએ મંત્રીઓએ બિનજરૂરી નિવેદનો ટાળવાની સલાહ આપી

મોદી સરકારના મંત્રી પરિષદની આ છેલ્લી બેઠક છે કારણ કે હવે સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત એક સપ્તાહમાં થવાની સંભાવના છે. એપ્રિલથી મધ્ય મે 2024 સુધી સાતથી આઠ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે રવિવારની બેઠકમાં મુખ્યત્વે વિકસિત ભારત-2047ના વિઝન ડોક્યુમેન્ટ અને આગામી પાંચ વર્ષ માટેના એક્શન પ્લાન પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

સંભવતઃ આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ સરકારે આગામી સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલા જ આગામી સરકારના એજન્ડા પર વિગતવાર ચર્ચા કરી હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રવિવારે તેમની મંત્રી પરિષદની આઠ કલાકની મેરેથોન બેઠક યોજાઈ હતી. જેમાં વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના વિઝન ડોક્યુમેન્ટની જ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ મે 2024 માં રચાનારી નવી સરકારના કાર્યકાળના પ્રથમ 100 દિવસના એજન્ડા પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

મોદી સરકારના મંત્રી પરિષદની આ છેલ્લી બેઠક છે કારણ કે હવે સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત એક સપ્તાહમાં થવાની સંભાવના છે. એપ્રિલથી મધ્ય મે, 2024 સુધી સાતથી આઠ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે રવિવારની બેઠકમાં મુખ્યત્વે વિકસિત ભારત-2047ના વિઝન ડોક્યુમેન્ટ અને આગામી પાંચ વર્ષ માટેના એક્શન પ્લાન પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મે 2024 માં રચાનારી નવી સરકારના પ્રથમ 100 દિવસના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *