પ્લાઝમા કટર મશીન, આજે સવારે હૈદરાબાદથી ઉત્તરાખંડના ઉત્તરકાશી સિલ્ક્યારા સુરંગ પર પહોંચી ગયું છે.
આ સાથે કટીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કટીંગ પૂર્ણ થયા પછી, જાતે ખોદવાની તૈયારી કરવામાં આવશે. હવે બચાવ કામગીરી પરંપરાગત પદ્ધતિઓ તરફ આગળ વધી રહી છે. બે દિવસથી કટિંગનું કામ બાકી હતું.
ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં મજૂરો જીવન અને મૃત્યુ વચ્ચે ફસાઈ ગયા છે. જોકે આ ટનલમાં ફસાયેલા મજૂરોને આશા છે કે, તેઓ ચોક્કસપણે સૂર્યપ્રકાશ જોઈ શકશે, પરંતુ આ ક્યારે શક્ય બનશે તે હજુ કહી શકાય તેમ નથી. આ માટે સરકાર અને બચાવ દળ દ્વારા કામદારોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમને અનેક અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે હજી પણ સરકાર અને બચાવ દળ મજૂરોને બચાવવા કવાયતમાં લાગ્યા છે.
ઉત્તરકાશી ટનલમાં છેલ્લા બે સપ્તાહથી ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવામાં સતત વિલંબ થઈ રહ્યો છે. તેના પરિવારજનોને માત્ર તારીખો પછી તારીખો મળી રહી છે. મજૂરોના પરિવારજનો દરરોજ આશા રાખે છે કે તેઓ આજે તેમના બાળકોને ચોક્કસ મળશે, પરંતુ તેઓને નિરાશા જ મળી રહી છે. કામદારોને બચાવવા માટે ચાલી રહેલા બચાવ અભિયાનમાં સસ્પેન્સ હજુ પણ યથાવત છે.