Pakistan: રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ અમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું – પીટીઆઈ નેતા ગૌહર ખાને દાવો કર્યો

સંસદીય ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) હવે સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે તેણે જરૂરી ટેકો મેળવવા માટે તોડજોડ શરૂ કરી દીધી છે.

પીટીઆઈએ પાકિસ્તાનમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે.પીટીઆઈના વડા ગૌહર અલી ખાને કહ્યું છે કે તેમના નેતા ઈમરાન ખાન નક્કી કરશે કે પાકિસ્તાનના આગામી વડાપ્રધાન કોણ હશે. ઈમરાન હાલમાં જેલમાં છે, જો કે તેને શનિવારે 12 કેસમાં જામીન મળ્યા હતા. નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાર્ટી પણ સરકાર બનાવવા માટે વાતચીત કરી રહી છે.

પીટીઆઈના વડા ગૌહર અલી ખાને કહ્યું છે કે તેમના નેતા ઈમરાન ખાન નક્કી કરશે કે પાકિસ્તાનના આગામી વડાપ્રધાન કોણ હશે. ઈમરાન હાલમાં જેલમાં છે, જોકે તેને શનિવારે 12 કેસમાં જામીન મળ્યા હતા.

દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન

આ દરમિયાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પણ સરકાર બનાવવા માટે વાતચીત કરી રહી છે. આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે દેશ માટે સાથે મળીને કામ કરવાની આવશ્યક્ત વ્યક્ત કરી છે અને રાજકીય પક્ષોને સ્થિર સરકાર રચવામાં સહયોગ કરવા વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *