Pakistan: શાહબાઝ શરીફ વડાપ્રધાન બનતાની સાથે જ નેશનલ એસેમ્બલીમાં કાશ્મીર માટે કહ્યું આ…

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખ શહેબાઝ શરીફ રવિવારે સતત બીજી વખત વડાપ્રધાન પદ માટે ચૂંટાયા હતા. વડાપ્રધાન પદ પર ચૂંટાયા બાદ તેમણે કાશ્મીરના ગુણગાન ગાવાનું શરૂ કરી દીધું છે. પડોશીઓ સહિત તમામ મોટા દેશો સાથે સંબંધો સુધારવાનું વચન પણ આપ્યું હતું.

શહેબાઝ શરીફ રવિવારે પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. પીએમ તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેણે ફરી એકવાર કાશ્મીરને લઈને અવાજ ઉઠાવ્યો. પોતાના સંબોધનમાં શાહબાઝે કાશ્મીરીઓ અને પેલેસ્ટાઈનીઓને આઝાદીની હિમાયત કરી હતી. જોકે, તેણે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં પેલેસ્ટિનિયન લોકો માર્યા જવા અંગે કંઈ કહ્યું ન હતું.

તેમણે કહ્યું કે પાકિસ્તાન કોઈપણ રમતનો ભાગ નહીં બને અને તેમની સરકાર મિત્રોની સંખ્યા વધારશે. અમે પડોશીઓ સાથે સમાનતાના આધારે સંબંધો જાળવીશું. કાશ્મીરનો મુદ્દો ઉઠાવતી વખતે તેણે તેની સરખામણી પેલેસ્ટાઈન સાથે કરી હતી. તેમણે કહ્યું કે નેશનલ એસેમ્બલીએ કાશ્મીરીઓ અને પેલેસ્ટાઈનીઓની આઝાદી માટે ઠરાવ પસાર કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *