રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બિહારની ત્રણ દિવસની મુલાકાતે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બિહારની ત્રણ દિવસની મુલાકાતે છે. તે પટના ખાતે બિહારના ચોથા કૃષિ રોડ મેપ 2023-2028નું લોકાર્પણ કરશે. રાષ્ટ્રપતિ તેમના બિહાર પ્રવાસ દરમ્યાન આવતીકાલે મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહને સન્માનિત કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ દક્ષિણ બિહારની સેન્ટ્રલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા માટે ગયાની પણ મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં ગગનયાન મિશનની પ્રગતિની કરી સમીક્ષા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં ગગનયાન મિશનની પ્રગતિની સમીક્ષા કરી વૈજ્ઞાનિકોને નવા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરવા માટે આહ્વાન કર્યું છે, 2035 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવા અને 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓ મોકલવાનું લક્ષ્ય રાખવા માટે વૈજ્ઞાનિકોને તેમણે આહ્વાન કર્યું. આ વિઝનને સાકાર કરવા માટે, અવકાશ વિભાગે ચંદ્ર સંશોધન માટે રોડમેપ બનાવવો જોઈએ….
વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ જિલ્લા કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 25 જિલ્લાઓમાં અત્યારસુધીમાં કરાયા 2500 થી વધુ સમજૂતી કરાર
વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ જિલ્લા કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 25 જિલ્લાઓમાં અત્યારસુધીમાં 25 કરોડથી વધુ રોકાણ માટેના 2 હજાર 500 થી વધુ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. જેના થકી રાજયમાં 65 હજાર રોજગારીનું સર્જન થશે. દસમી વાઇબ્રન્ટ ગુજરાત ભાગરૂપે અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ સમિટના રોકાણો રાજયના વિકાસને નવું…
સ્વચ્છતાની રાજયવ્યાપી ઝુંબેશ અંતર્ગત રાજકોટના રાજ્ય રક્ષિત સ્મારક જામટાવર ખાતે કરાઈ સફાઈ
રાજકોટના રાજ્ય રક્ષિત સ્મારક જામટાવર ખાતે મહાનગરપાલિકા દ્વારા ૧૬ ઓક્ટોબરથી ૨૧ ઓક્ટોબર દરમ્યાન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઇટ પર સ્વચ્છતાલક્ષી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્વચ્છતા ઝુંબેશમાં આજરોજ પુરાતત્વ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ તકે પૂરાતત્વ ખાતાના સહાયક પુરાતત્વ નિયામકશ્રી…
Israel Hamas War: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, બે હજાર અમેરિકન સૈનિકો એલર્ટ પર
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. સંજોગોને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન પોતે ઈઝરાયલની મુલાકાત લેશે, પરંતુ આ દરમિયાન લગભગ 2000 અમેરિકન સૈનિકોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. સંજોગોને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન પોતે ઇઝરાયલની મુલાકાત લેશે,…
તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 13ના મોત, અનેક ઘાયલ
તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંની બે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે 13 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત વિરુધુનગર જિલ્લામાં થયો હતો. તમિલનાડુના વિરુધુનગરમાં મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બે અલગ-અલગ વિસ્ફોટોમાં 13 લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર જીવ ગુમાવનારા લોકો દિવાળીના કારણે ઓવરટાઇમ કામ કરી…
Gaganyaan Mission: પ્રથમ ટેસ્ટ ઉડાન જોવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે, ISRO એ કરી લિંક શેર
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સોમવારે કહ્યું કે તે ગગનયાન મિશન હેઠળ 21 ઓક્ટોબરે ટેસ્ટ ઉડાન લોન્ચ કરશે. ક્રૂ એસ્કેપ સિસ્ટમની ઇનફ્લાઇટ એબોર્ટ ટેસ્ટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1) સાથે હાથ ધરવામાં આવશે. ISRO તરફથી મળેલી માહિતી અનુસાર, જનતા આ પ્રક્ષેપણને શ્રીહરિકોટાથી જોઈ શકે છે. આ માટે તેઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઈન્ડિયન સ્પેસ…