Oscars 2024 Winners List: ઓપેનહાઇમરને 7 ઓસ્કાર, ક્રિસ્ટોફર નોલાનને બેસ્ટ ડાયરેક્ટર, સીલિયન મર્ફીને બેસ્ટ એક્ટર

ઓસ્કાર 2024 ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 96માં એકેડેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓપેનહાઇમર આ વર્ષે નોમિનેશનમાં પ્રભુત્વ ધરાવે છે. આ ફિલ્મને 13 નોમિનેશન મળ્યા છે. આ સિવાય પુઅર થિંગ્સ અને બાર્બી જેવી ફિલ્મોને પણ ઓસ્કાર મળવાની શક્યતા છે. સંપૂર્ણ યાદી જુઓ.

એકેડેમી એવોર્ડ એ વિશ્વના સૌથી લોકપ્રિય એવોર્ડ સમારંભોમાંનો એક છે. દરેક સ્ટાર ઓસ્કાર જીતવાનું સપનું જુએ છે. 96મો એકેડેમી એવોર્ડ 10 માર્ચ, 2024 ના રોજ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો, જેનું લાઇવ સ્ટ્રીમિંગ 11 માર્ચે સવારે 4 વાગ્યે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવ્યું હતું.

ઓસ્કારનું આયોજન જીમી કિમેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રણ રાઉન્ડમાં ઓસ્કાર એવોર્ડ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડના પ્રસ્તુતકર્તાઓ મિશેલ ફીફર, ઝેન્ડાયા, નિકોલસ કેજ, અલ પચિનો, મહેરશાલા અલી, બ્રેન્ડન ફ્રેઝર, જેમી લી કર્ટિસ, મેથ્યુ મેકકોનાગી, જેસિકા લોંગ, લુપિતા ન્યોંગ’ઓ, કે હ્વી કવાન, મિશેલ યોહ અને સેમ રોકવેલ હતા.

ક્રિસ હેમ્સવર્થ, ડ્વેન જોન્સન, રેજીના કિંગ, જેનિફર લોરેન્સ, રીટા મોરિનો, જોન મુલાલી બીજા રાઉન્ડમાં પ્રસ્તુતકર્તા બન્યા. જ્યારે, એમિલી બ્લન્ટ, સિન્થિયા એરિયો, અમેરિકા ફેરારા, રેયાન ગોસલિંગ, એરિયાના ગ્રાન્ડે, બેન કિંગ્સલેએ એવોર્ડનો ત્રીજા રાઉન્ડના એવોર્ડ આપ્યા.

ઓપનહમરને સૌથી વધુ નોમિનેશન મળ્યા
આ વખતે નોમિનેશનમાં સૌથી વધુ ધ્યાન ઓપેનહાઇમર પર છે. કિલિયન મર્ફી સ્ટારર ફિલ્મને 13 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. પુઅર થિંગ્સે 11 નોમિનેશન મેળવ્યા છે. આ સિવાય બાર્બી અને કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન સહિત ઘણી ફિલ્મો નોમિનેટ થઈ છે. ભારતીય મૂળની કેનેડિયન ફિલ્મ નિર્માતા નિશા પાહુજાની ટુ કીલ અ ટાઈગર ઓસ્કાર નોમિની છે.

રેડ કાર્પેટ પર તમામ સ્ટાર્સ જલવા બતાવી રહ્યા છે. Oppenheimer સ્ટાર Killian Murphy થી Dune 2 ના Zendaya સુધી, તેઓએ તેમના અદભૂત દેખાવ સાથે રેડ કાર્પેટ પર ગ્લેમર પાથર્યુ હતુ.

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ
વિજેતા– ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ, યુ.કે

પરફેક્ટ ડેઝ, જાપાન
સોસાયટી ઓફ ધ સ્નો, સ્પેન
ધ ટીચર્સ લાઉન્જ, જર્મની
ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ, યુ.કે

શ્રેષ્ઠ ફિલ્મ
વિજેતા-ઓપેનહાઇમર

ઓપેનહાઇમર
અમેરિકન ફિક્શન
એનોટમી ઓફ અ ફોલ
ધ હોલ્ડોવર્સ
કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
મૈસ્ટ્રો
પાસ્ટ લાઈવ્સ
પુઅર થિંગ્સ
ધ જોન ઓફ ઈંટ્રેસ્ટ

બેસ્ટ ડાયરેક્ટર
વિજેતા- ક્રિસ્ટોફર નોલન-ઓપેનહાઇમર

જસ્ટિન ટ્રીટ- એનોટોમી ઓફ અ ફોલ
માર્ટિન સ્કોર્સીસ – કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
ક્રિસ્ટોફર નોલન- ઓપેનહાઇમર
યોર્ગોસ લેન્થિમોસ- પુઅર થિંગ્સ
જોનાથન ગ્લેઝર- ધ જોન ઓફ ઈંટ્રેસ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *