નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પુસ્તકોમાં સુધારા અંગે ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા ભલામણો કરવામાં આવી છે. જેમાં શાળાના પાઠ્યપુસ્તકોમાં ‘INDIA’ને બદલે ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આના પર ઘણા વિરોધ પક્ષોના નેતાઓએ ભારે વાંધો વ્યક્ત કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાધ્યું છે.
સમાચાર એજન્સીની પ્રમાણે વિપક્ષે આરોપ લગાવ્યો છે કે સત્તાધારી ભાજપ ઈતિહાસ બદલવા માંગે છે અને તે વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A.) થી હારનો ડર હોવાથી આવા ‘હતાશા ભર્યા પગલાં’ ભરી રહ્યું છે.
‘આખી પેઢીને INDIA શબ્દને નફરત કરવાની શિક્ષા આપવાનો પ્રયાસ
કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે ‘INDIA’ શબ્દ ‘ભારત’ જેટલો જ ગૌરવશાળી છે, પરંતુ શાસક પક્ષ અને સરકાર ‘આખી પેઢીને એ શબ્દને નફરત કરવાનું શીખવવા માંગે છે.