કેરળના એર્નાકુલમના કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ, એકનું મોત, 20 ઘાયલ

કેરળથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેરળના એર્નાકુલમના કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. શંકાસ્પદ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ કથિત રીતે યહોવાના સાક્ષી પરિષદ દરમિયાન થયો હતો અને સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર ત્યાં ત્રણ વિસ્ફોટ થયા હતા.

સૂત્રોએ જણાવ્યું છે કે, પ્રારંભિક મૂલ્યાંકન સૂચવે છે કે આ એક આતંકવાદી હુમલો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. થ્રીક્કાકરાના સહાયક પોલીસ કમિશનર (એસીપી) બેબી પીવીએ મીડિયાને કહ્યું છે કે, આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 20-25 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે 5-10 સેકન્ડમાં બે વિસ્ફોટ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *