નર્મદા જિલ્લામાં દિવ્યાંગતા ધરાવતા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી વ્યકતિઓ તથા તેમને કામે રાખતા શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા શ્રેષ્ઠ પ્લેસમેન્ટ ઓફીસર્સ માટેની રાજય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધામાં ભાગ લેવાના હેતુસર અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે.
દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરા-મૂંગા, અપંગ તેમજ રકતપિત્ત તથા મંદબુધ્ધિવાળા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકતિઓ અને તેમને કામે રાખતા શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર માટે રાજય કક્ષાની દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-2023માં ભાગ લેવા માટે અરજીપત્રકો મંગાવ્યા છે. અરજીપત્રકનો નમુનો ખાતાની વેબસાઇટ www.talimrojagar.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકશે. અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી- નર્મદા, જિલ્લા સેવા સદન, રાજપીપલા પરથી વિનામુલ્યે 18 નવેમ્બર સુધીમાં મેળવી શકાશે. ભરેલા અરજીપત્રકો જરૂરી સાધનિક દસ્તાવેજોના બિડાણો સહિત ત્રણ નકલમાં 31 નવેમ્બર સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી-નર્મદાને રૂબરૂમાં મોકલી આપવાના રહેશે.