રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી મળ્યાના સમાચાર સામે આવ્યા છે. તેમની પાસેથી ઈમેલ દ્વારા 20 કરોડ રૂપિયાની માંગ પણ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી મળી છે. અંબાણીને તેમના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકી આપવામાં આવી છે. તેમની પાસેથી 20 કરોડ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મેઇલ 27 ઓક્ટોબરે મોકલવામાં આવ્યો હતો. મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે મુંબઈના ગાંવદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
પોલીસે નોંધી ફરિયાદ
હાલ તો પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે. ત્યારે ઈમેલમાં લખવામાં આવ્યું છે કે “જો તમે 20 કરોડ રૂપિયા અમને નહીં આપો, તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે.” આ ઈમેલ મળ્યા બાદ તાત્કાલીક મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી દિધી છે.