દિવાળી, નવા વર્ષના તહેવાર ટાણે જ MPHW અને FHWના કર્મચારીઓને મોટા આંચકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં MPHW અને FHWના કર્મચારીઓ ફિક્સ- પે સર્વેલન્સ પ્રોત્સાહનનો લાભ નહિ મળે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે સર્વેલન્સ પ્રોત્સાહનને સ્પષ્ટતા કરી હતી. 2022માં થયેલી જાહેરાત બાદ કર્મચારીઓને સહાય ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આમ MPHW અને FHWના ફિકસ પે કર્મચારીઓને સર્વેલન્સ પ્રોત્સાહનની 4000 ની રકમ નહી આપવાનો નિર્ણય કરતા કર્મચારીઓમાં આક્રોશનો જ્વાળા ભભૂકી રહ્યો છે. અત્યાર સુધી મળતી રકમ હવે બંધ થતા વિરોધનો સુર ઉઠી રહ્યો છે.