આત્મહત્યાના વિચારો કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ કોઈપણ વ્યક્તિને અસર કરી શકે છે. વય, લિંગ અથવા પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના. આત્મહત્યા એ એક વાસ્તવિક જાહેર આરોગ્ય સમસ્યા છે, જેના કારણે માનવ જીવનની ખોટ સર્જાય છે. આત્મહત્યા માનસિક અને સામાજિક મુશ્કેલીઓને પ્રમાણિત કરે છે. ઘણા કિસ્સાઓમાં, આત્મહત્યા ઘણીવાર સારવાર ન કરાયેલ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાનું પરિણામ છે.
છેલ્લા એક હપ્તામાં આત્મહત્યાનું પ્રમાણ વધતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 65 જેટલા વિદ્યાર્થીઓ એ આજે સાંજે 3.30 થી 6.30 સુધી આત્મહત્યા નિવારણ માટેના પોસ્ટરનું પ્રદર્શન કરેલ.. ત્રિકોણ બાગ, ઇન્દિરા સર્કલ, ભૂતખાના ચોક, બસ સ્ટેન્ડ , રેલવે સ્ટેશન , યાજ્ઞિક રોડ, પેલેસ રોડ, જિલ્લા પંચાયત ચોક, આજકાલ સર્કલ, આકાશવાણી, kkv ચોક , ક્રિસ્ટલ મોલ, હોસ્પિટલ ચોક , લીમડા ચોક , રૈયા સર્કલ ચોક , ભક્તિનગર સર્કલ , સોરઠીયા વાડી ચોક, અમીન માર્ગ વગેરે જગ્યાએ વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રદર્શન કરેલ.
જ્યારે લોકો તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં હોય છે, ત્યારે તેઓ ભૂલી જાય છે કે કોઈ ચોક્કસ સમસ્યાને ઉકેલવા અને તેમના તણાવનો સામનો કરવા માટે અન્ય ઘણા માધ્યમો અને રીતો ઉપલબ્ધ છે. વ્યક્તિએ તેના જીવન અને તે તણાવપૂર્ણ પરિસ્થિતિ વિશે નિરાશ ન થવું જોઈએ. મોટાભાગના કિસ્સાઓમાં, આપણું વિચારવાનું વલણ વાસ્તવિક પરિસ્થિતિ કરતાં પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. પડકારજનક સમયમાં માનવા લાગીએ છીએ કે વર્તમાન લાગણીઓ અને પરિસ્થિતિ ક્યારેય સારી નહીં થાય. એ ન ભૂલવું જોઈએ કે આત્મહત્યા આખા પરિવારની સાથે સાથે નજીકના મિત્રોને પણ અસર કરશે.
વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેરણાત્મક વિચારો
#જીવનમાં કરવામાં આવતો કોઇ પણ પ્રયત્ન જીવનનો અંતિમ પ્રયત્ન ક્યારેય નથી હોતો.
#મૂશ્કેલ રસ્તાઓ જ સુંદર મંજિલ તરફ દોરી જાય છે.
#જિંદગીનો રસ્તો જેટલો કઠિન હોય છે તેની સફળતા એટલી જ મીઠી હોય છે.
# તમારામાં અદભુત શક્તિ અમે સંભાવનાઓ છે હાર ન માનો
# જિંદગીનો રસ્તો જેટલો કઠિન હોય છે તેની સફળતા એટલી જ મીઠી હોય છે.
# તમારા જીવનનો હેતુ શોધો અને લક્ષય પ્રાપ્તિ તરફ આગળ વધો.
#તમારામાં અદભુત શક્તિ અને સંભાવનાઓ છે હારી ન માનો.
#તમે મજબૂત છો, તમે સક્ષમ છો, તમે પડકારનો કરી શકો છો.
#તમારી લાગણીઓ દબાવો નહિ, મિત્ર પરિવાર, ડોક્ટર, થેરાપિસ્ટ કોઈ પણ સાથે વાત કરો
# અંધારી રાત માત્ર એના માટે હોય છે જેને મેહનત નો મીણબત્તી જલવતા નથી આવડતું.
#સતત પ્રયત્ન કરવાથી પણ જો નિષ્ફળતા જ મળતી હોય તો એ કોઈ કાર્ય પ્રત્યે વ્યર્થ પ્રયત્ન નથી, પરંતુ સફળતા સુધી પહોંચવાનો અનુભવ છે.
#તમારા ડર પર વિજય મેળવો અને આત્મવિશ્વાસ વધારો
#સમય તમારો છે, ઇચ્છશો તો સોનુ પણ બની શક્શો.
#પરીક્ષાઓ અવરોધો નથી, તમે જે જાણો છો તે જણાવવાની તક છે.
#પ્રિય જીવન, જ્યારે મેં પૂછ્યું, ‘શું આ દિવસ વધુ ખરાબ થઈ શકે છે?’ તે એક પ્રશ્ન હતો, ચોક્કસપણે એક પડકાર નથી
પરિવર્તન એ ચાર અક્ષરનો શબ્દ નથી. પરંતુ તમારી પ્રતિક્રિયા તેના પર ઘણી વાર હોય છે!” – જેફરી.
#થોમસ આલ્વા એડિસન ઇલેક્ટ્રિક લાઇટ બનાવતા પહેલા 10000 વખત નિષ્ફળ ગયા. જો તમે પ્રયાસ કરતી વખતે પડી જાઓ તો નિરાશ થશો નહીં.” – નેપોલિયન
#જો તમે શરૂઆતમાં સફળ ન થાવ, તો સ્કાયડાઇવિંગ તમારા માટે નથી.” – સ્ટીવન રાઈટ
#લોકો વારંવાર કહે છે કે પ્રેરણા ટકતી નથી. સ્નાન વિશે સમાન. – તેથી જ અમે દરરોજ તેની ભલામણ કરીએ છીએ.” -ઝિગ ઝિગ્લર