વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા સરકારી ઇજનેરી કોલેજો અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ સ્થળો ખાતે ૧૬ સરકારી ઇજનેરી કોલેજો કાર્યરત છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ માટે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં પ્રાધ્યાપકોની વર્ગ-૧માં ૨૧૮, વર્ગ-૨માં ૧૨૭૪, વર્ગ-૩માં ૧૭૫ અને વર્ગ-૪માં ૫૯ જગ્યાઓ ભરવામાં આવેલી છે. જ્યારે બાકીની ખાલી જગ્યાઓ પણ સત્વરે ભરવાનું આયોજન છે, તેમ તેમણે ઉમેર્યું હતું.