મોરબીમાં જિલ્લામાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબી, ટંકારા તેમજ વાંકાનેર આઇ.આર.ડી. શાખાની કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં મોરબી, ટંકારા તેમજ વાંકાનેર આઇ.આર.ડી. શાખાની કચેરી વગેરે કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.