મોરબી: મચ્છુ-2 ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડાશે

મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવશે. ડેમના પાંચ દરવાજા રીપેર કરવાના હોવાથી 11 વાગ્યાથી પાણી છોડવામાં આવશે. બે દરવાજા બે ફૂટ પર ખોલી 1400 ક્યુસેક પાણી છોડવામાં આવશે. મોરબી અને માળીયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા છે. જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપરુ સહિતના ગામોને એલર્ટ કરાયા છે.

મોરબી અને માળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ અપાયુ છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર પ્રિ -મોન્સૂન એકટીવીટીના પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરી છે. આજથી 14 મે સુધી પ્રિ – મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામવાની સંભાવના છે.

ભર ઉનાળે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મોરબીમાં મચ્છુ-2 ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવશે. ડેમના પાંચ દરવાજા રીપેર કરવાના હોવાથી 11 વાગ્યાથી પાણી છોડવામાં આવશે. બે દરવાજા બે ફૂટ પર ખોલી 1400 ક્યુસેક પાણી છોડવામાં આવશે.

34 ગામોને એલર્ટ કરવામાં આવ્યા

મોરબી અને માળીયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા છે. જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપરુ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. બીજી તરફ આજે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  પ્રિ -મોન્સૂન એકટીવીટીના પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરી છે.

આજથી 14 મે સુધી પ્રિ – મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામવાની સંભાવના છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. વડોદરા, ભરુચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠામાં ગાજવીજ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *